ચીખલી: તાલુકાના કુકેરી ગામે આવેલ માધાતળાવ શાળા મર્જના નામે બંધ કરી દેવાતા ગ્રામજનોએ ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાની હેઠળ ધરણા યોજી આગામી સમયમાં જો શાળા શરુ ન કરવામાં આવે તો નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ હલ્લાબોલ થશે ની ચીમકી ઉચ્ચારી હતી.
Decision News સાથે વાત કરતાં અનંત પટેલે જણાવ્યું કે..આગામી સમયમાં જો આ શાળાને ફરી શરૂ કરવામાં ન આવશે તો આગામી સમયમાં નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ હલલબોલ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ શિક્ષણતંત્ર નોંધમાં લે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના કુકેરી ગામે આવેલ માધાતળાવ શાળા જેની સ્થાપના આઝાદી પહેલા તારીખ ૯ જુલાઈ ૧૯૪૭ના રોજ થઈ હતી એ શાળામાં હાલમાં માત્ર ૧૩ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હોય ત્યારે આ શાળાને અન્ય શાળામાં મર્જ કરવાની જાહેરાત કર્યા બાદ આ શાળાને બંધ કરી દેવતા આજરોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ શાળાના એસ.એમ.સી ના સભ્યો તેમજ નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શૈલેશભાઈ પટેલ, ચીખલી તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયા, ચીખલી તાલુકા પંચાયતના કુકેરીના સભ્ય કલ્પનાબેન પટેલ, તાલુકા પંચાયતના માજી પ્રમુખ નરેન્દ્રભાઈ ઉર્ફે જયંતિભાઈ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહીને પ્રતિક ધરણા પર બેઠા હતા.











