ડાંગ: આજરોજ ડાંગ જિલ્લા સેવા સદન પાસે વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં જાતિના દાખલા કઢાવવા માટે ઉભી થતી સમસ્યા સંદર્ભે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા બેનરો તથા સુત્રોને લઈને જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજે ડાંગ જિલ્લા સેવા સદન પાસે વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં જાતિના દાખલા કઢાવવા માટે લોકોને હેરાન પરેશાન કરતી સરકારને સામે કોંગ્રેસના કાર્યકરોએ બેનરો તથા સુત્રોને લઈને જોરદાર વિરોધ કરયા હતા. હાલમાં આદિવાસી સમાજ જાતિના દાખલા લઈને સરકાર માટે ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં મુકેશ પટેલ, મોતીલાલ ચૌધરી, રાકેશ પોવાર, સંજય પોવાર, તુષારભાઈ રાજુભાઈ બાગુલ અને હરેશભાઈ ચૌધરી વગેરે સાથે સ્થાનિક યુવાનોઓએ પણ ભાગ લીધો હતો.