વાંસદા: હાલમાં જ તાજા જાણકારી આવી રહી છે કે વાંસદા તાલુકાના વાડીચોઢાંના વળાંક પાસે અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે જેમાં બંને બાઈક સવારો સામ-સામે અથડાયા હતા જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર જ એક યુવાનનું મૃત્યુ થયાની ખબર સ્થાનિક સુત્રો દ્વારા મળી છે.

ઘોડમાળ ગામના સ્થાનિક સૂત્ર રીકેશભાઈ તરફથી ઘટના સ્થળ પરથી Decision Newsને મળેલી માહિતી મુજબ  લગભગ ૩:00 વાગ્યાની આસપાસ વાંસદાના તાલુકાના વાડીચોઢાંના વળાંક પાસે પીપલખેડ અને હતાનબારીના યુવાનોની યુનીકોન અને સ્પ્લેન્ડર બાઈકો સામ-સામે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો જેમાં હતાનબારીના એક બાઈક સવારનું ઘટના સ્થળ પાર મોત નીપજ્યું છે જ્યારે હતાનબારીના બીજા બાઈક સવારો ખુબ જ સીરીયસ હાલતમાં વાંસદા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યારે પીપલખેડના બાઈક સવારોમાં એકને પેટમાં ગંભીર રીતે ઈજા થઇ છે  જયારે બીજા બે બહેતર હાલમાં છે જેઓ વાંસદાની ઉદિત હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ યુવાનો બે બાઈક પર ત્રણ ત્રણ જણ સવારી કરી રહ્યા હતા.

તાજા જાણકારી મળ્યા અનુસાર હાલમાં હતાનબારીના યુવાનો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે જ્યારે એક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે પીપલખેડના યુવાનો હાલમાં સારી અવસ્થામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.