પ્રતીકાત્મક ફોટોગ્રાફ

ચીખલી/વાંસદા: ચીખલી તાલુકાની એક પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્વેતા ( નામ બદલેલ છે.) અને વાંસદા તાલુકા પ્રતાપનગરના CRC વિજય ગામીત વચ્ચે ઘેરાયેલા પ્રેમ પ્રકરણનો મામલો હાલ સમગ્ર નવસારી જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ સ્ટેશન સુધી પહોંચેલા આ વિવાદમાં પરિવારો વચ્ચે સમાધાન તો થઈ ગયું છે, પરંતુ સમગ્ર ઘટના બાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા વલણ સામે શંકાની સોય સિંધાઈ રહી છે.

મળતી વિગતો અનુસાર, આ બંને કર્મચારીઓ અગાઉ અન્ય જિલ્લામાં સાથે ફરજ બજાવતા હોવાથી એકબીજાના પરિચયમાં હતા. હાલ ચીખલી તાલુકાના રૂમલાના ચિકારપાડા ગામની શિક્ષિકા શ્વેતા જે શાળામાં ફરજ બજાવે છે તે શાળામાં વાંસદાના પ્રતાપનગર ગામનો CRC વિજય ગામીત ના કાર્યક્ષેત્રમાં આવતી હોવાથી તેઓ અવારનવાર મુલાકાતે જતા હતા. વિતેલા સપ્ટેમ્બર માસમાં CRC વિજય ગામીત શાળાની મુલાકાતે ગયા બાદ શિક્ષિકા શ્વેતાને પોતાની ગાડીમાં સાથે લઈ ગયા હતા. શિક્ષિકા સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં આ પ્રેમ સંબંધનો ખુલાસો થયો હતો.

આ મામલે શિક્ષિકાના પતિએ ચીખલી પોલીસ મથકે અરજી કરી હતી. પોલીસના સંપર્ક બાદ બંને પાંચમા દિવસે પોલીસ મથકે હાજર થયા હતા, જ્યાં પૂછપરછ અને નિવેદનો નોંધાયા બાદ સ્થાનિક આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થીથી સમાધાન પાર પડ્યું હતું.

વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યો અને શિસ્તના પાઠ ભણાવતા શિક્ષણ ધામમાં કાર્યરત જવાબદાર કર્મચારીઓની આવી વર્તણૂક સામે નોટિસ આપવી જરૂરી છે અને નોટીશ આપ્યા બાદ પણ સંતોષ માનવો વ્યાજબી નથી એના પર કડક કાયદાકીય પગલાં ભરવા જરૂરી છે ? શું આવા શિક્ષકો બાળકોના બહેતર ભવિષ્ય બનાવી શકશે ખરા ? હવે આવા કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગે બાળકો કરતાં શિક્ષકોને સાચવવા જરૂરી બન્યા હોય એવું લાગે છે એવો મુદ્દો હવે સ્થાનિક પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. પ્રાથમિક શાળામાં શિક્ષકોના આવા ધતિંગના કારણે હાલમાં ખાનગી શાળામાં બાળકોને મુકવા પાછળ વાલીઓનું એક કારણ આ પણ હોય શકે છે ? શિક્ષણ વિભાગ પોતાના જ કર્મચારીઓને બચાવવાના પ્રયાસ કરશે કે ભવિષ્ય માટે કોઈ દાખલો બેસાડતી કડક કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here