ધરમપુર: ગતરોજ ગાંધીના ગ્રામ સ્વરાજની ઝાંખી કરાવતાં ધરમપુરના ખોબા ગામની મુલાકાત ગુજરાતના જાણીતા આદિવાસી સમાજના સામાયિક આદીલોકના તંત્રી શ્રી આનંદભાઈ અને શ્રી કનુભાઈ તેમજ એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગાંધી વિચારધારાને અપનાવી અને તેના દિશા સૂચન અનુસાર ગ્રામ ઉત્થાનની પ્રવૃત્તિ કરતાં નીલમભાઇ ધરમપુરના ખોબા ગામને ગ્રામિણ સ્વરાજનો પર્યાય બનાવ્યું છે ત્યારે ગતરોજ આદિવાસી સામાયિક આદિલોકના તંત્રી અને તેમની ટીમ દ્વારા ખોબા આશ્રમ અને લોક મંગલમ ધરમપુર કાર્યાલયની મુલાકાત લેધી હતી અને આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહેલા નીલમભાઇની સામાજિક પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી.

આદિલોક સામાયિકની ટીમ હાલમાં આદિવાસી વિસ્તારોમાં પ્રવર્તમાન પ્રશ્નો અંગે લોકચર્ચા અને પોતાના વાચકો અને સામાજિક સંગઠનો સાથે સંકળાઈને સમાજહિતનું કાર્ય કરી રહેલા નવયુવાનો સાથે મુલાકાત કરી રહી છે જેથી આદિવાસી સમાજમાં નવ જાગૃતિના વહેણ તરફ જઈ શકાય.