મહારાષ્ટ્ર: બુધવારના રોજ ઉદ્ધવ ઠાકરે કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં જુનથી ઓક્ટોબર સુધીના મહિનામાં વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે તેમને માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

Decision Newsના રીસર્ચમાં મળેલી મુજબ મહારાષ્ટ્રમાં જુન અને સપ્ટેમ્બરમાં 986.2 .એમએમ જેટલો ભારે વરસાદ પડયો હતો જે રાજ્યમાં પડનાર સરેરાશ વરસાદના 115.3 ટકા છે. મહારાષ્ટ્રમાં કુલ 151.33 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે અને સરકારી ડેટા અનુસાર રાજ્યમાં પૂરથી 55 લાખ હેક્ટર પાકને નુકશાન થયું છે. સૌથી વધારે નુકશાન મરાઠાવાડા વિસ્તારમાં થવા પામ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા જારી એક પ્રેસ સ્ટેટમેન્ટમાં કહેવાયું કે રાજ્યમાં વરસાદને કારણે આવેલા પૂરથી લગભગ 55 લાખ હેક્ટર પાકને વ્યાપક નુકશાન થયું છે અને તેથી રાજ્ય સરકારે NDRFની રાહ જોયા વગર 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર સિંચાઈ વગરની જમીન ધરાવતા ખેડૂતોને હેક્ટર દીઠ 10,000 અને સિંચાઈવાળા ખેડૂતોને હેક્ટર દીઠ રુ. 15,000ની સહાય મળશે. દર વર્ષે ઝાઝા પાક લેતા ખેડૂતોને હેક્ટર દીઠ 25,000ની સહાય મળશે. ખેડૂત દીઠ ફક્ત બે હેક્ટર સુધી જ આ સરકારની રાહત માન્ય રહેશે એવું જાણવા મળ્યું છે.