વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં જંગલ જમીનનો પ્રશ્ન મુદ્દે આદિવાસી સમાજની જન જાગૃતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં આદિવાસી આગેવાનો સાથે આદિજનોએ ભાગ લીધા હતો

આ મિટિંગમાં ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશભાઇ દ્વારા સમાજની જાગૃતિની ખુબ જ સરસ માહીતી આપવામાં આવી, વાંસદા તાલુકાના ચિરાગ ભાઈ દ્વારા કાયદાકીય માહિતી અપાઈ હતી. સુરેશભાઈ, કમલેશભાઇ પાડવી, સુભાસભાઈ, હિરેનભાઈ પીઠા, ગાંધીભાઈ, હેમંતભાઇ, જીતેશભાઈ દ્વારા પણ સમાજને જાગૃતિની ખૂબ સરસ માહિતી આપવામાં આવી હતી. આ મિટિંગના આયોજનમાં સ્થાનિક યુવાનો પરિમલભાઈ, મયુરભાઈ, વિશાલભાઈ, વિરલ, અમિત, રજનીકાંત, સુનિલ, મયંક, પીયૂસ, ગણેશ, ભાર્ગવ, મેહુલભાઈ મહત્વની ભૂમિકા ભજવી હતી.

યુવાપ્રિય અપક્ષના નેતા કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે ધરામપુર તાલુકામાં મોહનાકાઉચાલી ગામમાં જંગલ જમીનનો પ્રશ્ન આવ્યો ત્યાં ધરમપુર અને કપરાડાના આગેવાનો અને ફક્ત વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ દ્વારા અમને જે સહકાર આપ્યો હતો અને અનંતભાઈની આગેવાનીમાં સમાધાન થયું હતું તો અહીં પણ આપણને એમનો સહકાર મળશે અને મહા રૂઢિગ્રામસભાના પ્રમુખશ્રી રમેશભાઈ ખાભડા એ જે સમાજ માટેની તાકાત ઉભી કરી કરી છે એ તાકાત એ આપણે બધાએ સમાજ માટે ઉભી કરવાની જરૂર છે.