દિવ્યભાસ્કર ફોટોગ્રાફ

સુરત: ઉમરપાડાના છેવાડાના ઝરાવાડી ગામમાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ના 50 થીવધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં 2 શિક્ષકો ફરજ બજાવે છે શિક્ષણ વિભાગ દ્વારા એકાએક એક શિક્ષકની બદલી કરવામાં આવતા વાલીઓ અને ગ્રામજનો દ્વારા વિરોધ કરી રહ્યા છે.

બાળકોના વાલીઓ જણાવે છે કે ગ્રામજનો દ્વારા જિલ્લા અને તાલુકાના શિક્ષણ વિભાગને વારંવાર રજુઆત કરવામાં આવી હતી કે પ્રાથમિક શાળામાં અમારા બાળકોને છેલ્લા ત્રણ વર્ષથી બે શિક્ષકો સાથે અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ એકાએક એક શિક્ષકની બદલી બીજી શાળામાં કરવામાં આવતા શાળામાં 50 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

માત્ર એક શિક્ષક આટલા બધા વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકે માટે વાલીઓ અને ગ્રામજનો પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી ચીમકી આપી છે કે જ્યાં સુધી પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી શાળા ન ખોલવા દેવામાં આવશે નહિ.