ભારત સ્થિત બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસીસ અને ડેપ્યુટી હાઇકમિશનર પીટર કૂકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી.
બ્રિટીશ કંપનીઓ કલીન એનર્જી, ગ્રીન મોબિલીટી, ગ્રીન મેન્યૂફેકચરીંગ, ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ અને કલાયમેટ ફાઇનાન્સીંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગિતા સાધે તેવી નેમ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.
ગુજરાત અને યુ.કે ની યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ ટેકનોલોજી, ટુરિઝમ, મેનેજમેન્ટ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ જેવા ક્ષેત્રોના અભ્યાસક્રમો અંગે પરસ્પર સહભાગિતા કરી શકે તેવો સૂઝાવ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-2022 માં યુ.કે ના ઉચ્ચસ્તરીય ડેલિગેશનને જોડાવાનું નિમંત્રણ પાઠવ્યું હતું.

