ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ફરી એક વખત વર્લ્ડના નેતાઓ પર નિશાન સાધ્યું છે. મિલાન ખાતે યોજાયેલી યુથ ફોર ક્લાઈમેટ કોન્ફરન્સમાં ગ્રેટાએ પોતાના સંબોધન દરમિયાન પર્યાવરણ મુદ્દે નેતાઓ-સરકારોના ખોટા વચનો યાદ અપાવ્યા હતા.
‘Thirty years of blah, blah, blah,’ @GretaThunberg told the opening session of a Youth4Climate event, striking a skeptical tone for this week’s climate talks in Italy https://t.co/mskHfSsG9c pic.twitter.com/qWFcqjTAVs
— Reuters (@Reuters) September 28, 2021
ગ્રેટા થનબર્ગે આ કોન્ફરન્સ દરમિયાન ‘બ્લા. બ્લા.. બ્લા..’ કહીને નેતાઓને ઘેર્યા હતા. ગ્રેટાએ જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષથી આપણે આપણા નેતાઓ પાસેથી આ જ સાંભળીએ છીએ. એવા શબ્દો જે સાંભળવા ગમે છે, પણ તેના અંગે કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી.
વધુમાં જણાવ્યું હતું કે, આપણી આશાઓ અને સપનાં તેમના ખોખલા શબ્દો અને વાયદાઓમાં ડૂબી ગયાં છે. આપણે સારી વાતોની જરૂર છે અને તેનાથી આપણે ક્યા છીએ. આપણે લોકોએ આશા ન છોડવી જોઈએ અને તે માટે કામ કરતા રહેવું જોઈએ. આ દરમિયાન ગ્રેટાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંની મજાક ઉડાવી હતી.
ગ્રેટા થનબર્ગનું આ ભાષણ હવે સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ રહ્યું છે. હકીકતે ગ્રેટાએ કહ્યું હતું કે, નેતાઓએ ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ફક્ત વાતો કરી છે અને કોઈ જ એક્શન નથી લીધી.