ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકા મામલતદારશ્રીને નિમિષા સુથારના ખોટાં આદિવાસી પ્રમાણપત્ર મેળવી ધારાસભ્ય અને આદિવાસી મંત્રી બનાવવા બદલ આદિવાસી લોકોમાં આક્રોશને લઈને ઉમરપાડા તાલુકામાં જનક્રાંતિ સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

જનક્રાંતિ સેના મનીષભાઈ શેઠ Decision Newsને જણાવે છે કે નિમિષા સુથારના ખોટાં આદિવાસી પ્રમાણપત્ર મેળવી ધારાસભ્ય અને આદિવાસી મંત્રી બનાવ્યા છે જેનો કોર્ટમાં પણ કેસ ચાલુ હોય તો પણ આ આંધળી, લુલી, બેહરી સરકારની નીતિઓ આદિવાસીઓ વિરુદ્ધ જ હોય કાર્ય કરી રહી છે જો તાત્કાલિક ધોરણે નિમિષા સુથારનું ધારાસભ્ય પદ રદ્દ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ મુદ્દે જનક્રાંતિ સેના દ્વારા ગણપત વસાવાના ગઢમાં જઈને આવેદનપત્ર આપ્યું હતું.

હાલમાં જનક્રાંતિ સેના આદિવાસી સમાજના મુદ્દાઓના નિરાકરણ માટે અવાજ ઉચકી રહ્યા છે આવનારા સમયમાં જો આ અન્યાયમાં ન્યાય ન મળે તો મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.