પારડી: વલસાડના પારડી તાલુકામાં 25 સપ્ટેમ્બરના રોજ ખેરલાવ ગામમાં જનસંઘના પ્રથમ સંગઠન મહામંત્રી, પૂર્વ અધ્યક્ષ, કુશળ સંગઠક, અંત્યોદયના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલની આગેવાનીમાં પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ 25 સપ્ટેમ્બરના રોજ ખેરલાવ ગામમાં જનસંઘના પ્રથમ સંગઠન મહામંત્રી, પૂર્વ અધ્યક્ષ, કુશળ સંગઠક, અંત્યોદયના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલની આગેવાનીમાં પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રંસગે ગામના જૂના ભાજપ અગ્રણી વડીલ શ્રી રણછોડભાઈ પટેલ, ભાજપ યુવા મોરચા મહામંત્રી મયંક પટેલ, પારડી તાલુકા ભાજપ મંત્રી દિવ્યાબેન પટેલ અને ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નવયુવાનોએ હાજરી આપી હતી.
ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ જણાવ્યું હતું કે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી છે અને તેઓ જનસંઘના પ્રથમ સંગઠન મહામંત્રી હોવાની સાથે એકાત્મ માનવ દર્શનના પ્રણેતા, પૂર્વ અધ્યક્ષ, કુશળ સંગઠક, મૂલ્ય નિષ્ઠ રાજનીતિના ધ્રુવતારક કહી શકાય એવા, અંત્યોદયના પ્રેરણાસ્ત્રોત હતા તેમના જીવન ઉપરથી આજના નવ યુવાનોએ રાષ્ટ્રવાદ અને માતૃભૂમિ સેવા વિશેની પ્રેરણા લેવી જોઈએ હું તો કહું છે કે દેશને જો શસક્ત અને વિકસિત બનાવવું હોય તો આવા મહાપુરુષોના વિચારો અને એમના કાર્યો પરથી શીખ લઇ અને રાષ્ટ્રસેવાની પ્રવૃતિઓ કરવી જોઈએ.

