મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021 અંતર્ગત ટુરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરના વિવિધ એવોર્ડ પ્રદાન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ટુરિઝમ અને ટ્રાવેલ સેક્ટરને વધુ અસર પડી છે. પરંતુ આપત્તિને અવસરમાં પલટવાની આગવી ખૂમારી સાથે ગુજરાતે પ્રવાસન ઉધોગને ફરી ધમધમતો કરવામાં સફળતા મેળવી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતે ડેઝર્ટ ટુરિઝમ, એન્ડવેન્ચર ટુરિઝમ, સ્પીરીચ્યુઅલ એન્ડ રિલીજીયસ ટુરિઝમ તેમજ એન્શીયન્ટ એન્ડ હિસ્ટોરિક ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પેટ્રીઓટિક ટુરિઝમ, બીચ ટુરિઝમના વિકાસથી પ્રવાસન ક્ષેત્રને સર્વગ્રાહી રીતે આગળ વધાર્યું છે.