વિરાટ કોહલીએ આગામી T-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના T-20 કેપ્ટનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કોહલીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, “મેં ઓક્ટોબરમાં દુબઈમાં આ T-20 વર્લ્ડ કપ બાદ T-20 કેપ્ટન પદ છોડવાનું નક્કી કર્યું છે.”
https://twitter.com/imVkohli/status/1438478585518456832?s=20
છેલ્લા કેટલાક સમયથી સમાચાર પત્રો અને સોશિયલ મીડિયામાં કોહલીની કેપ્ટનશિપ છોડવાને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, બીસીસીઆઈના અધિકારીઓએ આ રીપોર્ટને નકારી દીધા હતા. દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોહલી T-20 વિશ્વકપ બાદ T-20 ક્રિકેટમાં ટીમની કમાન છોડી દેશે. તેના સ્થાને રોહિત શર્મા નવો કેપ્ટન બની શકે છે. હવે વિરાટ કોહલીએ સત્તાવાર જાહેરાત કરી પોતાની કેપ્ટનશિપ છોડવાનું કહ્યુ છે.

