ધરમપુર: આજરોજ ધરમપુરના મોટી ઢોલડુંગરી તાલુકા પંચાયતના મત વિસ્તારમાં આવતા નાનીઢોલ ડુંગરી, રાજપૂરી તલાટ, મરઘમાળ, મોટીઢોલ ડુંગરી, જેવા ગામોમાં ધરમપુર તાલુકાના પ્રાંત સાહેબ શ્રી, મામલતદાર સાહેબશ્રી, TDO સાહેબશ્રી અને THO Dr નયનભાઈ સાહેબશ્રી દ્વારા કોવિડ વેકસીનેશન કરાવવા અંગેની લોકો ગેરસમજને દુર કરવા માર્ગદર્શન આપ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે ધરમપુરના ઢોલડુંગરી તાલુકા પંચાયતના મત વિસ્તારમાં આવતા નાનીઢોલ ડુંગરી, રાજપૂરી તલાટ, મરઘમાળ, મોટી ઢોલડુંગરી ગામમાં વેકસીનેશનની જાગૃતિ માટે લોકો સમક્ષ જઈ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત મોટીઢોલ ડુંગરી ગામે આદિમ જૂથનો વર્ષો જૂની પાણીની સમસ્યા માટે પ્રાંત સાહેબ દ્વારા ATVT ના આયોજનમાંથી એ સમસ્યા દૂર કરી આપવાની વાત કરી  હતી.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે લોકો અધિકારી પાસે જઈ પોતાની સમસ્યા ન જણાવી શકતા હોય તો આજે જેમ ધરમપુરના તાલુકા પ્રાંત સાહેબ શ્રી અને મામલતદાર સાહેબ શ્રી જેમ મુલાકાત કરી લોક સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો અને તેમના ડર સાથે તેમની સમસ્યા પણ દુર કરવાની આશા બતાવી એમ દરેક મત વિસ્તારમાં જો તાલુકા સ્તરના અધિકારીઓ મુલાકાત લે તો લોક સમસ્યા અને લોક પ્રશ્નો રહશે જ નહિ.