વાંસદા: દક્ષિણ ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરને લઇ ગત વર્ષે ગણેશ મહોત્સવ ફીકો રહ્યો પણ આ વર્ષે સરકારે શરતોને આધિન ગણેશ ઉત્સવની છૂટ આપતા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભક્તોમાં ગણપતિ બાપાની પંડાલ અને ઘરોમાં પધરામણી કરવા માટે ખુશીની લહેર જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે આ વખતે ઢોલ નગારા કે ડીજેના શોર વિના ખુબ જ સાદગીપૂર્ણ રીતે બાપાને લાવવામાં આવ્યા હતા વાંસદાના મોટાભાગના ગામડાઓમાં ગૌરીશંકરના પુત્ર ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે દસ દિવસ સુધી વાંસદાના ગામડાઓમાં ભક્તિમય માહોલ જોવા મળશે.
વાંસદામાં તો ગણેશ ચતુર્થીના પૂર્વ દિને ઉત્સવનો માહોલ અનેરો દેખાય રહ્યો હતો આજે સવારે થી જ વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વિધિવત થવા લાગી છે ત્યારે બાપના ભક્તોમાં આ ઉત્સવનો ઉત્સાહ જોવા જેવો છે.