કપરાડા: આદિવાસી વિસ્તારમાં હજુ પણ બોગસ ડોકટરો પોતાની દુકાન ચલાવી રહ્યા છે તેના તાજો દાખલો ગતરોજ વલસાડના કપરાડા તાલુકાના ચાંદ વેગન ગામમાં ભાડાના રૂમ રાખી પોતાની ડોકટરીની દુકાન ચલાવતો બોગસ ડોકટર પકડાયાની ઘટના બહાર આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ લસાડના કપરાડા તાલુકાના ચાંદ વેગન ગામમાં પોતાની ડોકટરીની દુકાન ચલાવતો એક બોગસ ડોકટર અને ભાડાના રૂમ રાખી તેમાં લોકોને સારવાર આપતા બોગસ તબીબને આરોગ્ય ટીમ અને પોલીસ મળી ધરપકડ કરી તેની પાસેથી 30, 813 રૂપિયાની દવાનો કબજો લઇ તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માંડવા મેડિકલ ઓફિરર ડો. નિરતી વી પટેલ અને પોલીસ સ્ટેશન પીએસઆઇ ડી. આર ભદ્રકાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાથરપડા ફળિયામાં સતું કકડને ત્યાં ભાડાના રૂમ રાખી બોગસ ડોકટર કોઈ પણ સક્ષમ સંસ્થા અથવા ગુજરાત મેડિકલ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવવા વગર ગેરકાયદે રીતે ડોક્ટરની પ્રેક્ટિસ ચલાવી માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હતો. કપરાડામાં 30 થી 40 બોગસ ફરજીઓ માનવ જોડે ચેડાં કરી રહ્યા છે તંત્ર દ્વારા ખાલી કાર્યવાહી કરી યશ લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.











