પંચમહાલ: સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ઉજવાતા ગણેશ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે જેમ ગોધરા શહેરમાં આવેલા વાવડી રોડ પર મૂર્તિકારો ગણપતિઓની પ્રતિમાઓની અવનવી ચારફૂટની પ્રતીમાનું વેચાણ કરી રહ્યા હોવાનું જોવા મળે છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા સહિત તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારેશ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ગણપતિની પ્રતિમાઓનૂ દ્વારા કરવામાં આવશે. કોરોના મહામારી ને કારણે ગત વર્ષે મૂર્તિ બનાવતા મૂર્તિકારો આર્થિક સંકડામણ નો સામનો કર્યો કરવો પડ્યો હતો ગોધરા શહેરમાં વાવડી રોડ વિસ્તારમાં ઘણા વર્ષોથી પરપ્રાંતિય મૂર્તિકારો નાની-મોટી અવનવી ગણેશ મૂર્તિનું વેચાણ કરે છે. હાલમાં સરકાર દ્વારા ચાર ફૂટની પ્રતિમા બેસાડવાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેને પગલે ગણેશની મૂર્તિ બનાવતા મૂર્તિકારો પણ સરકારના આદેશનું પાલન કરતા ચાર ફૂટની મુર્તિઓ બનાવી છે.હાલમાં ગણેશજીની નાની મોટી મુર્તિઓ તેમજ ચાર ફૂટ ઉંચાઈ ધરાવતી પ્રતિમાનું વેચાણ થઈ રહ્યું છે.

મુર્તિકારોએ જણાવ્યુ હતુ કે ‘કોરોના માં ગયા વર્ષે મૂર્તિનું વેચાણ થયું ન હતું. આ વર્ષે એમને ચાર ફૂટ ઉચી મુર્તિઓ બનાવાની છૂટ આપી છે. ત્યારે અમારો ગયા વર્ષનો ખર્ચો નીકળી જશે એવું અમને લાગી રહ્યું છે.’જોકે મુર્તિકારોને મોટી મૂર્તિઓમા નફો વધારે મળતો હતો. ત્યારે નાની મુર્તિઓ વેચીને ઓછો નફો કમાવો પડી રહ્યો છે.