પંચમહાલ: પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા મેઘરાજાએ જોરદાર ધમાકેદાર પધરામણી કરતા એક કલાક જેટલા સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.શહેરની સાંપારોડ વિસ્તારમા આવેલી સોસાયટીઓના આગળ પાણી ભરાયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ વરસાદ પડતા સોસાયટીઓ જવાના માર્ગ પર પાણી ભરાઈ જવા બાદ કોઈ નિકાલ ન થવાની સમસ્યાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જીલ્લામાં બુધવારે બપોરના સમયે  મેઘરાજાએ કડાકા ભડાકા સાથે ધડબટાડી બોલાવી હતી. ગોધરા શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમા પાણી ભરાયા હતા. ગોધરા શહેર વિસ્તારના એસટી બસ સ્ટેશનના પાછળ આવેલા લાલબાગ રોડ  તેમજ સાયન્સ કોલેજ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.શાકભાજી વેચવા બેઠેલા ફેરિયાઓને પણ મૂશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જુઓ આ વીડીઓ માં…

સ્થાનિકોને કહેવુ છેકે વધારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે. અને પાણીનો થતા ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગે છે. વધુમાં હાલમા મચ્છરજન્ય રોગોનો પણ સતાવાઈ રહ્યો છે. તેમની માંગ છે કે તંત્ર આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કરે તે જરૂરી છે.