ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં મુખ્ય રસ્તાઓ પર અવરજવર કરતાં લોકો અડચણ બનતાં અને અડીંગો જમાવી બેઠેલા ઢોરો તથા ડુક્કરોની યોગ્ય વ્યવસ્થા કરી પાંજરાપોળમાં સ્થળાંતર કરવા બાબતે ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં મુખ્ય રસ્તાઓ પર રખડતાં ઢોરો તથા ડુક્કરો અને હડકાયેલાં કૂતરાંઓ અવરજવર કરતાં લોકો તથા વાહનોને અડફેટે લઇ રહ્યાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને લઈને બાબતે ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

આ બાબતમાં આજરોજ ગ્રામ પંચાયતમાંથી ખાતરી આપવામાં આવી હતી કે આ બાબતે યોગ્ય તજવીજ હાથ ધરવામાં આવી જ છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સંસ્થાઓ સાથે સંપર્ક વાતચીત ચાલુ પણ કરી દેવામાં આવી છે. જોઈએ હવે ગ્રામ પંચાયત આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે લાવશે.











