સુરત: એવું કહેવાય છે કે જો તમારી મંજિલ પ્રત્યેની દોડ આત્મવિશ્વાસની સાથે હોય તો ખરાબ પરિસ્થિતિને ટાળવા માટે ક્યાંક ને ક્યાંક મદદનો હાથ મળી જતો જ હોય છે આવી જ કઈંક ઘટના સુરતના નવાગામ ડિંડોલીનું સડક સે સરહદ તક નામના ગ્રુપના યુવાનો સાથે બની છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ભારતીય સેનામા લેફ્ટનેન્ટ તરીકે ફરજ બજાવતા સ્વપ્નીલ ગુલાલને સુરતના નવાગામ ડિંડોલીનું સડક સે સરહદ તક નામના ગ્રુપના યુવાનો ભારતીય સેનામા જવા માટે યુવા યુવતીઓ તનતોડ મહેનત કરતા હોય છે અને આ ગ્રુપના યુવા યુવતિઓની આર્થિક પરિસ્થિતી ખરાબ છે આ વાતની જાણકારી સોશ્યલ મિડીયાના માધ્યમથી ખબર પડી અને એમણે આ ગ્રુપના યુવાનોને મદદરૂપ થવા માટે બધા જ યુવાનો કુદવા માટેની દોરડીની ભેટ આપી છે.
મદદ નાની હોય કે મોટી પણ મંજિલ મેળવવા થનગનતા યુવાને તે ખુબ જ પ્રોત્સાહિત કરતી હોય છે એનો આત્મવિશ્વાસ બમણો થઇ જાય છે. ખરેખર ભારતીય સેનાના સ્વપ્નીલ ગુલાલ નામના યુવાનનું આ કાર્યએ આ ગ્રુપના યુવાઓમાં જોમ-જુસ્સો વધાર્યો છે.