મુંબઈ: ગુજરાતી લીટરેચર ફેસ્ટિવલ રચના ૨૦૨૧ – ૨૦ઓગસ્ટ -૩૧ ઓગસ્ટ સુધી રચના વોટ્સ અને ઇમેઇલ દ્વારા મંગાવામાં આવી છે. “દીવાસ્વપ્ન” શબ્દ પર કવિ અને લેખક રચના મોકલાવામાં આવી હતી જેની ૨૫ સપ્ટેમ્બર રોજ ઓનલાઈન (virtual) Ebookનું વિમોચન કરવામાં આવશે અને Shopizen વેબસાઇટ પર upload કરવામાં આવશે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ આયોજન નિઃસ્વાર્થ ભાવે વિના મૂલ્યે અમારો અમૂલ્ય સમય આપી નવોદિતોને પ્લેટફોર્મ પૂરું પાડવા કર્યું છે. મુંબઈ, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ ,અમેરિકા, દુબઈથી લોકો આ પ્રતિયોગિતામાં જોડાયા છે. ગુજરાતી સાહિત્યિક ગૃપો દ્વારા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ યોજાશે. આ પ્રેરકતાસભર પ્રયાસને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે. આવો જોઈએ.. Ebook વિષે વિશેષ માહિતી…

નવસર્જન ગ્રુપ, સાહિત્ય સૌરભ, સાહિત્ય સેતુ, શબ્દ શણગાર, શબ્દ સેતુ, કવિ મંચ સાહિત્ય પરિવાર અને હમારા મુલુંડ પેપર સંયોજીત ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ 2021 નું આયોજન તા. 20/08/2021 થી તા. 31/08/2021 કરવામાં આવ્યું હતું જેની સંચાલક પેનલમાં બીજલબેન જગડ – મુંબઈ, દીપકભાઈ – કચ્છ, ઇવાબેન પટેલ – અમદાવાદ, ઉમેશ તામસે – વ્યારા, ભુશિત શુક્લા – રાજકોટ અને અમૃતભાઈ – કચ્છનો સમાવેશ થયો હતો. તેઓ જણાવે છે કે આગામી સમયમાં રાષ્ટ્ર સ્તરે પ્રતિયોગિતા ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખી આયોજન કરવામાં આવશે.