વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આત્મહત્યા કરવાનો સિલસિલો જાણે ખતમ થવાનો નામ નથી લઇ રહ્યો એવું લાગે છે આજે ફરી એક વાર વાંસદા અંકલાછ ગામમાં આવેલા ડુંગર પરથી એક અજાણ્યા વ્યક્તિની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી છે.

Decision Newsને સ્થાનિક ગામના સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આજે સવારે અંકલાછ ગામમાં આવેલા ડુંગર પર ઝાડ પર એક અજાણ્યા વ્યક્તિની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે ગામના લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ અંકલાછ ગામનો નથી અને લાશ પરથી લાગે છે કે આ આજની ઘટના નથી આ ઘટના કદાચ બે ત્રણ દિવસ પહેલાં બની હોય છે જોકે આ બાબતે ગામના લોકોએ વાંસદા પોલીસ ને જાણ કરી દીધી છે તેથી હવે આત્મહત્યા પાછળનું ભેદી સત્ય આવનારા સમયમાં ઉકેલાઈ જશે.

તાજા જાણકારી મળ્યા સુધીમાં  આત્મહત્યા કરનાર કોણ છે તેનું ભેદી રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી.  ઘટના સ્થળ પર પોલીસ પોહચી ગઈ છે અને આ આત્મહત્યા કરનાર ઓળખ અને આત્મહત્યા કરવા પાછળના કારણની તપાસ શરુ કરવામાં આવી ચુકી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here