સુરત જિલ્લાના ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે તૈયાર થનારા એગ્રો પ્રોસેસિંગ યુનિટનું ભૂમિપૂજન કર્યું હતું.

ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, એગ્રો પ્રોસેસીગ યુનિટમાં સોયા પ્રોસેસીંગ યુનિટ, રાઈસ મીલ, આટા મેકીંગ પ્લાન્ટ અને દાલમીલ દ્વારા એગ્રો પ્રોડક્ટનું વેલ્યુએડીશન થશે. જેમાં ૫૦ લોકોને સીધી રોજગારી મળશે. સોયાબીનમાંથી સોયાસોસ અને સોયાપનીર, ડાંગરમાંથી ચોખા તથા તુવેરમાંથી તુવેર દાળનુ પ્રોસેસિંગ અને ઘઉં, મગ, અડદ જેવા તમામ પ્રકારના અનાજ, કઠોળનું ગ્રેડીંગ થશે. જેનાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને તેમના ખેતીપાકનું વધુ વળતર મળશે તેમજ લોકો સુધી ગુણવત્તાયુકત પ્રોડક્ટ પહોંચશે.

વધુમાં જણાવ્યું હતું કે, ઉમરપાડા, માંગરોળ, માંડવી,, સેલંબા, વાલિયા, નેત્રગ અને દેડીયાપાડામાં વસતા ખેડૂતોને સીધો લાભ થશે. ખેડૂતોની આવક બેવડી થાય તે આશયથી સરકાર દ્વારા કરોડોના ખર્ચે એગ્રો પ્રોસેસીંગ યુનિટનુ નિર્માણ થઈ રહ્યું છે જે ઘણું લાભદાયી નીવડશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ક ઓર્ડર વિતરણ કર્યું. સૌને પોતાનું એક ઘર હોય એ આશયથી આ યોજનાની શરૂઆત થઈ હતી. જેના દ્વારા ઘણાં લોકોનું સ્વપ્ન સાકાર થવા પામ્યું છે.