કેન્દ્રીય ટીમ આજે બિહારમાં પુરની સ્થિતિનું મુલ્યાંકન કરવા માટે ભાગલપુરમાં સમિક્ષા કરશે. ગઇકાલે કેન્દ્રીય દળે હવાઇ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિ ચકાસી હતી. અને પટનામાં મુખ્ય સચિવની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે અત્યાર સુધીના નુકશાન માટે ત્રણ હજાર સાતસો એકયાશી કરોડ ની માંગ કરી છે
રાજ્ય સરકારે પુરથી થયેલ નુકશાન માટે કેન્દ્રીય ટીમ સામે એક પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. તેમાં આધારભુત માળખું, ડેમ, સડક, આરોગ્ય અને વીજળીની સાથે પાકને થયેલ નુકશાન સબંધે ટીમને જાણકારી આપવામાં આવી છે. બિહારમાં પુરગ્રસ્ત વિસ્તારમાં સુધારો થયો છે.
કોસી અને ગંડક બરાજથી પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. પુર પીડીતો માટે પાચ રાહત શીબીર અને 217 સામુહિક રસોઇ ઘર ચલાવવામાં આવે છે. રાહત બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 29 ટીમો કામ કરી રહી છે. 2.20 લાખથી વધુ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. જોકે ધણા સ્થળે વાહનોનું પરિવહન બંધ છે.
આસામ રાજ્યમા પાણીનો પ્રવાહ ધટતા પુરની સ્થિતિમાં સુધારો થયો છે. બ્રમ્હપુત્રા અને સહાયક નદીનું જળ સ્તર ધટી રહ્યું છે. પુરગ્રસ્તોની સંખ્યાં ધટીને 43,416 થઇ છે. રાજ્ય સરકાર દ્વારા બનાવેલા 14 રાહત શીબીરમાં સાતસો 18 લોકોએ આશરો લીધો છે.