ભરૂચ: વરસાદી માહોલમાં ગુજરાતમાં રોજ અકસ્માતોની ઘટનાઓની સંખ્યા વધી છે ત્યારે ગતરોજ વહેલી સવારે ગાંધીનગર આહવા એસ. ટી બસનો એક ટ્રક સાથે માચપાટીયા ગામની આનંદ હોટલ પાસે ગંભીર અકસ્માત બનવા પામ્યો હતો.

DECISION NEWSને મળેલી વિગત ગાંધીનગર આહવા બસનું ગતરોજ રાત્રીના 1:00 વાગ્યાની આસપાસ NL-01 AB-0537 નંબરના ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો હતો તાજા જાણકારી અનુસાર આ અકસ્માતની ઘટનામાં રાહતની વાત એ બની કે કોઈ જાનહાની થવા પામી નહોતી બંને વાહનોના વાહન ચાલકોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી અને વાહનોને નુકશાન થયું હતું.

આ બનાવ બન્યાના તાત્કાલિક આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા અને મામલાને થાળે પાડી દીધો હતો. બસના પેસેન્જરોને કોઈ પણ જાતનું નુકશાન થયું ન હતું.