ખેરગામ: હાલના સમયમાં યુવાઓ પોતાનુ ભવિષ્ય એન્જિનિરિંગ, ડોકટર, રમત જગત, વેપાર જગત એવા ઘણા ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતો 14 વર્ષીય છોકરો ટેટુ આર્ટીસ્ટ બનવા પાછળ ઘેલો બનતા પોતાનુ ધ્યાન ટેટુ આર્ટીસ્ટ બનવા માટે મહેનત કરી પોતાનું નામ આજે નાની ઉમરમાં જ ટેટુ આર્ટીસ્ટ તરીકેની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં બનાવી ગુજરાતના ખેરગામનું અને આદિવાસી સમાજનું નામ ભારત ભરમાં રોશન કર્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સહયોગ સોસાયટી ખાતે રહેતા ૧૪ વર્ષીય ઊજેશ નરેશ ભાઈ પટેલે પોતાનુ કરિયર ટેટુ આર્ટીસ્ટ તરીકે બનાવવા માટે નવસારી ખાતે આવેલ ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયોમાં એડમીશન લઇ સ્ટુડિયોના માલિક જય સોનીના અંદરમાં ટ્રેનીંગ લઈ ઘણા એવા ક્લાઈન્ટ પર પોતાની પ્રેક્ટિસ શરુ કરી હતી. ઉજેશ પટેલનું કામ, લગન, ધગશ જોઇ સ્ટુડિયોના માલિક જય સોનીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ભાગ લેવા પ્રેરિત કરતા ખેરગામના આ છોકરોએ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડમાં પોતાનુ નામ નોંધાવ્યું હતું જે અંતર્ગત ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા 7 માર્ચનાં રોજ ઉજેસ પટેલે ક્લાઈન્ટ પર ટેટુ કરવાનુ હતુ. આમ કમિટી દ્વારા ઉજેષનું કાર્ય જોઈ પસંદ કરતા ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સૌથી નાની વયનો ટેટૂ આર્ટિસટ તરીકેનું નામ નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ના પુણેનો ૧૬ વર્ષનો અથર્વ રમાકાંત કોસ્તીનો રેકૉર્ડ ખેરગામ ના ઉજેશ પટેલના 14 વર્ષે જ નામે કરી લીધો છે. ઉજેશ પટેલનું નામ ઇન્ડિય બુક ઓફ રેકોર્ડમાં સૌથી નાની વયનો ટેટૂ આર્ટીસ્ટ તરીકે નોંધતા આદિવાસી સમાજ તથા ખેરગામ વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.