ડાંગ: ગુજરાતમાં ૨૦૨૨માં યોજાનારી ચૂટણીમાં આદિવાસી સમાજની BTP પાર્ટીને સશક્ત બનાવી વિજયી બનાવવા ગતરોજ ડાંગના જિલ્લાના આહવા અને સુબીર તાલુકામાં ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના (BTTS) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી(BTP)ની તાલુકા કક્ષાની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર ગતરોજ ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેનાના (BTTS) ગુજરાત પ્રદેશ મહામંત્રી પંકજ પટેલના હસ્તે ડાંગના જિલ્લાના આહવા અને સુબીર તાલુકામાં ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના (BTTS) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ની તાલુકા કક્ષાની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ડાંગના આદિવાસી વિસ્તાર લોકોને પોતાના હકો અને અધિકારો અંગે સભાનતા આવે તેઓ પોતાની લડાઈ ખુદ લડતા થાય અને સ્થાનિક પ્રસાશન દ્વારા કરવામાં આવતા અન્યાયનો સમાનો કરતાં થાય અને આદિવાસી સમાજની પ્રગતિમાં પોતાનો હિસ્સો આપે એવો હતો.

BTTSના ગુજરાત પ્રદેશ મહામંત્રી પંકજ પટેલનું કહેવું છે કે ડાંગ જિલ્લામાં અમારા આદિવાસી ભાઈઓને વર્ષોથી સ્થાનિક પ્રશાસન દ્વારા હકો અને અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. અમે અમારા આદિવાસી ભાઈઓને તેમના અધિકારો અપાવીશું અને દરેક લડતમાં BTTS સંગઠન એમનો સાથ આપશે એની હું ખાતરી આપું છું.આવનારા સમયમાં અમે BTPને ડાંગ જિલ્લામાં મજબુત બનાવી સમાજની પાર્ટીને વિજયી બનાવશું.

 

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here