વલસાડ: રાજ્ય સરકાર સફળતાના 5 વર્ષમાં સૌના સાથથી, સૌના વિકાસ સુત્રો સાથે કાર્યક્રમો ઉજવણી કરી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની તથા વલસાડ જિલ્લાની ખેતીવાડી શાખા તરફથી એન. આર. રાઉત હાઈસ્કૂલ, નાનાપોંઢા ખાતે કિસાન સન્માન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપની તથા વલસાડ જિલ્લાની ખેતીવાડી શાખા તરફથી એન. આર. રાઉત હાઈસ્કૂલ, નાનાપોંઢા ખાતે કિસાન સન્માન દિવસ’ની ઉજવણી ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઇ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામા આવી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત કારોબારી સભ્યશ્રી ગુલાબભાઈ રાઉત, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોહનભાઇ ગરેલ, વલસાડ ભાજપ ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ગોપાળભાઈ ગાયકવાડ, કપરાડા તાલુકા કારોબારી સભ્ય શ્રીમતી ધાયત્રીબેન, ન્યાય સમિતિ અઘ્યક્ષશ્રી વિજયભાઈ રોહિત સહિત હોદેદારો, અધિકારીશ્રીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.