ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાન રવિકુમાર દહિયા જીત્યા સિલ્વર મેડલ કુસ્તીમાં રશિયાના ખેલાડી સામે સુવર્ણ પદકની મેચમાં મળી હાર, ફાઇનલ મેચમાં રવિ દહિયા રશિયાના પહેલવાન સામે હારી ગયો હતો. રશિયાના પહેલવાન જાવુર યુગુએવે તેણે 7-4 થી હરાવ્યો છે. રવિ દહિયાએ સિલ્વર મેડલથી જ સંતોષ કરવો પડયો છે.

રવિ દહિયાએ ઓલિમ્પિકમાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને મેડલ લઇને પરત ફર્યો છે. ભલે રવિ દહિયા ગોલ્ડ મેડલ ના જીતી શક્યો હોય પરંતુ કુશ્તીમાં તેણે સુશીલ કુમારના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 2008 બેઇજિંગ ઓલિમ્પિક બાદથી જ ભારત સતત કુશ્તીમાં મેડલ મેળવી રહ્યુ છે. રવિ દહિયાએ કુશ્તીમાં બીજો સિલ્વર જીત્યો છે. આ પહેલા 2012ની લંડન ઓલિમ્પિકની ફાઇનલમાં સુશીલ કુમારે આ સિદ્ધિ મેળવી હતી. સિલ્વર મેડલ જીત્યા બાદ હરિયાણા સરકારે રવિકુમારને ક્લાસ 1ની નોકરી આપવાની કરી જાહેરાત