સુબીર: ગતરોજ ડાંગ જિલ્લાના વનવિભાગના સ્ટાફ દ્વારા સરકારી ગાડી નંબર GJ-15-G-0541માં ૫૦થી ૬૦ નાબાલિક બાળ મજુરો જંગલમાં વૃક્ષોના પ્લાન્ટેશન માટે લઇ જવા રહ્યા હતા ત્યારે સુબીર તાલુકાના ચાર રસ્તા પર એક બાળકના પડી જતા ગંભીર ઈજા થવાની ઘટના સામે આવી છે.

Decision News સાથે વાત કરતાં BTPના ડાંગ પ્રમુખ નીલેશભાઈ જણાવે છે કે ગતરોજ ડાંગના રેજના સ્ટાફ દ્વારા સરકારી ગાડી નંબર GJ-15-G-0541 ખીચો ખીચ અંદાજે ૫૦થી ૬૦ નાબાલિક બાળ મજુરોને ભરીને લઇ જવાતા હતા તે સમયે સુબીર ચોકડી પાસે ટેમ્પા માંથી જીતેન્દ્રભાઈ જયંતભાઈ રહે દહેરનાઓ ટેમ્પા માંથી પડી જતા પગ તથા હાથના ભાગમાં ઈજા પોહચેલ છે જે બાબતે અમો બીટગાર્ડ સંદીપભાઈ તથા ઋષિરાજભાઈને પોલીસ સ્ટેશન પાસે ઉભા રાખી પુછાતા હતા તે સમયે અમારી સાથે દાદાગીરી કરવા લાગ્યા હતા અને તેમણે કહ્યું કે તારાથી જે થાય તે કરી લે જેથી  બીટગાર્ડ સંદીપભાઈ તથા ઋષિરાજભાઈના સરકારી વાહન વિરુદ્ધ કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કર્યા બદલ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે.  જુઓ ઈજા પામેલા બાળકને વિડીયોમાં…

આપણા દેશમાં બાળ મજૂરી વિરુદ્ધમાં ૧૯૯૬માં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં કેન્દ્ર અને રાજય સરકારને જોખમરૂપ પ્રક્રિયાઓ અને વ્યવસાયમાં કામ કરનાર તમામ બાળકો અટકાયત કરી બાળમજૂરી બંધ બાળકને મજુરી કરાવતા શખ્સ વિરુદ્ધ ચાઇલ્ડ લેબર પોલિસી – એન.સી.એલ.પી બાળ મજૂરી (મનાઈ અને નિયમન) ધારા. ૧૯૮૬ મુજબ બાળ મજુરી કરાવતા શખ્સ જ્યારે સરકારી અધિકારીઓ જ હોય તો શું ? એના વિરુદ્ધ પગલાં લેવાશે ખરા ? એમના વિરુદ્ધ ગુનો નોંધાશે ? આવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.