ખેરગામ: જલાને કે લીએ એ તિનકાહી કાફી હૈ ની પંક્તિ સાચી પડતી હોય તેમ ખેરગામના ડેબરપાડા ગામના એક પરિવારના ઘરના પાછળના ઉપરથી પસાર થતી વીજ લાઇન પર ઝાડ પડતા ચાલુ વીજ લાઇનનો એક તાર ઘરના ગેલવો નાઇઝ પતરા સાથે અડીને સ્પાર્ક થવાથી ઘાસચારા સહિત ઘરવખરીનો સરસામન આગની ચપેટમાં આવી જવાની ઘટના બની હતી.

સુત્રો પાસેથી Decision Newsને મળેલી માહિતી મુજબ ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામના નહેર ફળિયામાં રહેતા રાજેશભાઈ ભાણાભાઈ પટેલના ઘરના પાછળના ઉપરના ભાગે થી જોયતી ગ્રામ ફીડરની વીજ લાઇન પસાર થાય છે. ઘરના પાછળ સામરનું ઝાડ વરસાદ અને પવનના કારણે મૂળમાંથી ઉખેડાઈને ચાલુ વીજ લાઈનની ઉપર પડતા વીજ લાઈનો એક તાર ઘરના ગેલવો નાઇઝ પતરા સાથે અડીને સ્પાર્ક થતાં જ ઘરના માળ ઉપર ગયા-ભેંસ માટે રાખેલો સૂકો ઘાસચારામાં આગ લાગી ગઈ હતી. જુઓ આ વિડીઓમાં…

ઘરમાં લાગેલી આગને કાબુમાં લેવા આસપાસના લોકોએ ડોલ કે અન્ય સાધનો વડે કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જદ્દોજહત બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. પરંતુ ઘાસચારો સહિત ઘરવખરીનો સરસામન આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ જતા આશરે 1.66 લાખ રૂપિયાનું નુકશાન થયાની આશંકા છે. ગામના સરપંચ અને તલાટી કમમંત્રીએ સ્થળ તપાસ કરી પરિવારને વળતર મળે એ માટેની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના વિષે પરિવારે ખેરગામ પોલીસ અને વીજ વિભાગની કચેરીમાં અરજી આપી ન્યાયની માંગ કરી છે.