વાંસદા: દુનિયાભરમાં 29 જુલાઈનાં દિવસે વાઘ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહેવાનું નોંધાયું છે ત્યારે વાધોની ઘટતી સંખ્યા તેમજ તેના સંરક્ષણ માટેની જાગૃતતા ફેલાવાનાં હેતુથી ભારતમાં પણ વાઘ દિવસ ઉજવાઈ છે.

Decision Newsએ પ્રાપ્ત કરેલી વિગતો પ્રમાણે વાઘ દિવસ મનાવવાનો નિર્ણય વર્ષ 2010માં સેન્ટ પીટર્સ બર્ગ ટાઈગર સમિટમાં કરવામાં આવ્યો હતો. વિશ્વમાં દિવસે દિવસે ઘટતા જતા વાઘોનું રક્ષણ કરવું આવશ્યક હોવાના કારણે આ સંમેલનમાં વાઘની આબાદી ધરાવતા 10 દેશોએ એવું કહ્યું કે વર્ષ 2022 સુધી તેઓ વાઘની આબાદી બમણી કરશે.

એનિમલ પ્લાનેટ સાથે કામ કરનાર પ્રાણીની વર્તણૂંક સમજનાર કેન્ડી ડીસાએ જણાવ્યું હતું કે: “આપણે વાઘ સાથે સંબંધ રાખી શકીએ છીએ કેમ કે તે હિંસક અને બહારની બાજુએ પ્રભુત્વ ધરાવનાર છે, પરંતુ સાથે સાથે અંદરખાનેથી ઉમદા અને સમજદાર પ્રાણી છે.

વર્લ્ડ વાઇલ્ડલાઇફ કંઝર્વેશન ચેરિટી ખાતેના ઇન્ટરનેશનલ સ્પેસીઝ ઓફિસર કેલ્લુમ રેન્કેઇન કહે છે કે “જો લોકો વાઘને પોતાના પ્રાણી તરીકે મત આપતા હોય તો, તેને અર્થ એ કે તેઓ તેની અગત્યતા સમજે છે અને કદાચ તેમના અસ્તિત્વની જરૂરિયાત પણ જાણે છે”

હાલમાં આપણા દેશમાં બાંધવગઢ નેશનલ પાર્ક(મધ્યપ્રદેશ), પેંચ ટાઈગર રીઝર્વ (મધ્યપ્રદેશ), રણથંભોર નેશનલ પાર્ક (રાજસ્થાન), જીમ કોર્બેટ નેશનલ પાર્ક (ઉતરાખંડ) ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જ વાઘ જોવા મળે છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રીસર્ચ પ્રમાણે વિશ્વમાં હાલ માત્ર 4000થી પણ ઓછા જંગલી વાઘ બચ્યા હોવાનું જાણવા મળે છે.