વાંસદા: હાલમાં ચોમાસાના વરસાદી માહોલમાં શહેરના લોકો મકાઇનું પોપકોર્ન ખાતા નજરે ચઢે છે ત્યારે આદિવાસી સમાજના લોકોમાં દેશી જુવારનું પોતાનું પોપકોર્ન મોટાભાગે સાંજના હળવાસની પળો માણતા-માણતા આનંદથી ખાતા હોય છે.

ધરમપુરના હનમતમાળના યોગેશ કાંહડોળિયા નામના યુવાન Decision Newsને જણાવે છે કે અમે નાના હતા ત્યારે આશ્રમશાળામા ભણતા હતા ત્યારે કોઇ મિત્રના મમ્મી-પપ્પા મળવા આવે ત્યારે એમને કેતા ‘આમને પોપાલા મીળુલા દવાડજો અન ફુલા હી ફોડી લયુલા લાવજો’ એટલે કે ‘અમારા પપ્પાને મળવા મોકલજો અને ફુલા(પોપકોર્ન) પણ ફોડીને લાવા કેજો’ આમ જ્યારે મમ્મી-પાપા મળવા આવે એટલે થેલીમાં જોવાનું શુ-શું લાવ્યા છે ?. જુવારના ફુલા પહેલાં શોધવાના અને સંતાડી મુકવાના કેમકે નાના ત્યારે તો પોતાને જ ઓછું પડે અને કોઇને આપવું ન પડે આવું કરતા.તેમણે વધુમાં કહ્યું કે કેટલાક આદિવાસી પરિવારો આ જુવારના દેશી પોપકોર્નને દળીને પણ ખાઇ જેને “કોંડી” કહેવામાં કહે છે.

Decision News સાથે વાત કરતાં અંકલાછના અક્ષય ગાંવિત કહે છે કે શહેરના લોકો મકાઇનું પોપકોર્ન ખાઇ છે ત્યારે આપણા આદિવાસીઓ જુવારના પોપકોર્ન બનાવીને આ વરસાદી વાતાવરણમાં મજા માનણા લાગ્યા છે અમે  નાનપણથી હમણા સુધી જ્યારે પણ મકાઇના પોપકોર્ન તો કદાચ ૨-૫ વાર જ ખાધા હશે પણ આ જુવારના પોપકોર્ન તો ચોમાસું આવે એટલે જોઇએ જ. જુવારના ફૂલ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તમે તેનો સવારના નાસ્તા, લંચ અને ડિનરમાં સરળતાથી ઉપયોગ કરી શકો છો. આદિવાસી લોકોના ઘરનાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક ખુબ જ હોશે-હોશે આ જુવારના ફૂલોને ખાઈ છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here