ડાંગ: હાલમાં મેઘરાજાએ કેટલાક પર મહેરબાન થયા તો કેટલાક પરિવારોમાં ચિંતા અને શોકનું કારણ પણ બન્યા છે ત્યારે ગતરાત્રે તો મેઘરાજાએ ડાંગ જિલ્લાના પિતાની છત્રછાયા ગુમાવેલા બાળકો પાસેથી ‘માં’ની મમતા પણ છીનવી બાળકોને નિરાધાર બનાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ગઈકાલે દિવસ દરમિયાન વરસાદ પડતા આહવા તાલુકાના ચૌકયા ગામમાં રહેતા સુરેશભાઈ કાળુભાઈ વાડેકરના ઘર પર મળસ્કે 5:30ની આસપાસ નજીકમાં આવેલું સાગનું ઝાડ તૂટી પડવાના કારણે ઘરમાં રહેલા તેમના વહુ ચંદાબેન સંજયભાઈ સાગના ઝાડના નીચે દબાઇ જતા મૃત્યુ પામ્યા હતા ચંદાબેનના પતિ સંજયભાઈનું પણ મૃત્યુ થઇ ગયું છે એવા સંજોગોમાં આ ઘટના ઘટતાં આ પરીવારના ત્રણ બાળકો નિરાધાર બન્યા છે.

આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ તેમજ સરકારી તંત્રને થતા ઘટના સ્થળે દોડી જઇ પરીવાર શોકમગ્ન પરિસ્થિતિને સંભાળવાની કોશિશ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here