ગણદેવી: ગુજરાતમાં ૨૦૨૨ની ચુંટણી યોજાવાની છે અને તેને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ પોતાના પક્ષને મજબૂતાઈ આપવા લોકો વચ્ચે જઈ લોકોના મુદ્દાઓને સાંભળી રહી છે ત્યારે BTP ના BTTS સંગઠન પણ પોતાની પાર્ટીને વિજય અપાવવા માટે પુર જોશમાં કામગીરી કરી રહ્યાની ખાતરી ગતરોજ યોજાયેલી ગણદેવીની મિટિંગ પરથી લાગી રહ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લામાં BTTS દ્વારા આદિવાસી સમાજને સંગઠિત કરવા મોટા પાયે મિટીંગોનો દોર શરુ કરવામાં આવ્યો છે અને મોટા પ્રમાણમાં આદિવાસી યુવાનો પોતાના સમાજની પાર્ટી ગણી અને સમાજ માટે કંઇક કરી છૂટવાની ધગશ જોવા મળી રહી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં મળેલી ગતરોજની મીટીંગમાં આદિવાસી સમાજ એક અને મજબૂત થયાનો ખરાઈ કરાવતી હતી. ખાસ કરીને આદિવાસી યુવાઓ મોટી સંખ્યામાં ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના BTTS સાથે જોડાઈ રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

પંકજ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે આપણા આદિવાસી યુવાઓમાં BTTS સંગઠનને લઈને ખાસ્સો ઉત્સાહ અને ઉમંગમાં જોવા મળે છે ત્યારે આવનાર દિવસોમાં BTTS સંગઠન નવસારી જિલ્લામાં તો ખરું જ પણ આખા ગુજરાતમાં ગરીબ, શોષિત વંચિતોનો અવાજ બનશે એમાં કોઈ શક નથી.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here