ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુરના તિસ્કરી તલાટ ગામના હેટી ફળિયા કાર્યરત શિવ શકિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ભૂમિ દ્વારા તિસ્કરી તલાટ તેમજ આસપાસના ગામોના ગ્રામજનોએ મળીને કોરોનાની મહામારીમાં સ્વર્ગસ્થ થયેલા વ્યક્તિઓ માટે શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામના હેટી ફળિયામાં કાર્યરત શિવ શકિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ભૂમિ દ્વારા તિસ્કરી તલાટ તેમજ આસપાસના ગામોના જેમ કે તુંબી-ટાંકી, વાધદરડા-વેલવાચ, ફલધરા, વાંકલના ગ્રામજનો મળીને કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ૬૭ જેટલા સ્વર્ગસ્થ થયેલ આત્માઓને શાંતિ માટે પ્રાર્થના સભા યોજી મીણબત્તીઓ પ્રગટાવી કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ધરમપુરના જીગ્નેશભાઇ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે કોરોના મહામારીના કપરા સમયમાં સ્મશાન ભૂમિ ખુબ જ ઉપયોગી નિવડેલ છે એવું સૌ ગ્રામજનોનું માનવું છે અને મૃતદેહોને અગ્નિદાહ આપનાર મણીલાલ પાડવી, નગીનભાઈ ગાંગોડા અને કલ્પેશભાઈ ચૌધરી નામના સેવકોએ ખરેખર કોરોના વોરિયર્સ તરીકે પોતાના જીવનની પરવાહ કર્યા વગર સેવાઓ આપી હતી તેઓનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. આમ, ગ્રામીણ વિસ્તારમાં ખરેખર તમામ પાયાની સુવિધાઓ ધરાવતું સ્મશાન ગૃહ બારેમાસ 24 કલાક સેવાઓ મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરી ખરેખર વખાણવા લાયક છે.

Bookmark Now (0)