ચીખલી: નવસારીમાં હાલમાં કોરોનાના કારણે થતાં મોતનો સિલસિલો તો થાભ્યો છે પણ મૃત્યુ થયાની ઘટના ખબર ઓછા થયા નથી આજે રોજ ચીખલી તાલુકાના કુકેરીમાં પરિણીતાની લાશ કુવામાંથી મળી આવતા પોલીસે સ્થાનિક પંથકમાં ચકચાર મચી ગયો હતો.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે નવસારીના ચીખલીના કુકેરી ગામના જુના પટેલ ફળીયામાં રહેતી કામિનીબેન અક્ષયભાઈ પરમારના લગ્ન તાલુકાના અનાવલ ગામના નવા ફળીયા ખાતે અક્ષયભાઈ પરમાર જોડે થયા હતા કામિનીબેન પોતાની સાસરીમાં ૨૯-જુનના રોજ કુકેરી પોતાના પિયરમાં રહેવા આવી હતી. અને ૨ જુલાઈના રોજ સવારે ૩:૩૦ વાગ્યાના અરસામાં ગુમ થવાથી પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી.આ દરમ્યાન આજ રોજ ૧૦:૩૦ વાગ્યાના આસપાસ ઘરની બાજુમાં આવેલ કુવામાંથી તેની લાશ મળી આવી હતી
કોઈ અજાણ્યા કારણોસર તેમણે કૂવામાં ઝપલાવી આત્મહત્યા કરી હોવાનું લોકો જણાવી રહ્યા છે આ બનાવ અંગેની પોલીસને જાણ તેમના પિતા મહેન્દ્રસિંહ મોહનસિંહ પરમાર દ્વારા આપવામાં આવી હતી પોલીસે ગુણો નોંધી તપાસ હાથ ધરી છે હજુ સુધી પરણીતાના આત્મહત્યાનું સાચું કારણ સામે આવ્યું નથી.

