ચીખલી: ચીખલીના રાનકુવા પંથકમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ મહિલા પ્રાધ્યાપિકા આપઘાત કેસમાં આખરે ચીખલી પોલીસ આજે એક્શનમાં આવી મહિલાને દુષ્પ્રેરણા આપવામાં એમના ભાવિ પતિ જયવીરસિંહ ઉર્ફ જગતને પકડી એના વિરોધ એફ.આઇ.આર કરવાની તસ્તી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે આપઘાત કર્યાના ત્રણ મહિના વીત્યા બાદ આજરોજ ચીખલી પોલીસે આરોપી જયવીરસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ ને પકડી એફ.આઇ.આર દાખલ કરી હતી.એફઆઇઆરમાં ભોગ બનનાર છોકરીના ભાઈ આકાશી સિંહ દ્વારા એફઆઈઆર કરવામાં આવી હતી એમાં જણાવવામાં આવ્યું હતું કે જયવીરસિંહ ઉર્ફ જગત એમની બહેન ઈશાને માનસિક રીતે ખૂબ જ ત્રાસ આપતો હતો અને ઈશાને વારંવાર અલગ-અલગ રીતે શક કરતો હતો. એનાથી ઈશા ખુબજ કંટાળી ગઈ હતી અને ઘરે વારંવાર રડતી હતી અને ઘરમાં ફરિયાદ પણ કરી હતી.

જયવીરસિંહ એંગેજમેન્ટ થયા નહિ થોડા દિવસમાં જ ખુબજ માંગણીઓ કરતો હતો દાગીના અને કરિયાવરમાં ખુબ જ કિંમતી સામાનની કરવામાં આવી હતી હાલમાં ચીખલી પોલીસમાં ફરિયાદ તો નોંધાઈ છે પણ હવે પોલીસ કયા પગલાં ભરશે એ જોવું રહ્યું.

Bookmark Now (0)