વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના આજરોજ ૫:૩૦ની આસપાસ વાંસદા ધરમપુર રસ્તામાં આવેલા મીઢાંબારી ગામમાં કલમ ભરેલો GJ-15-AT-2148 નંબરનો પીકપ ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા એક્ષલ તૂટી જતા પલટી ખાઈ જતા ભારે ગંભીર અકસ્માત થયાની ઘટના બહાર આવી છે ટેમ્પો ચાલકને ઈજા થઇ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Decision Newsને મળેલી તાજા જાણકારી અનુસાર આજે ૫:૩૦ વાગ્યાની આસપાસ વાંસદા ધરમપુર રસ્તામાં આવેલા વાંસદાના મીઢાંબારી ગામમાં કલમ ભરેલો GJ-15-AT-2148 નંબરનો પીકપ ટેમ્પોના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા એક્ષલ તૂટી જતા પલટી ખાઈ જતાં ટેમ્પામાં ભરેલ બધી જ કલમો રસ્તા પર વેરાઈ જવા પામી હતી. ટેમ્પો ચાલકને સામાન્ય ઈજા પામી છે ઘટના સ્થળ પર હાજર સ્થાનિક લોકોનું કહેવું છે કે ટેમ્પો ચાલક ધરમપુરનો હોવાનું જણાવે છે. કોઈ સંસ્થા દ્વારા લોકોને વિતરણ કરવા કલમ લઇ જવાઈ રહી હતી. જુઓ આ વિડીયોમાં..

રાહતની વાત એ બની કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. ઘણી ખરી આંબાની કલમો રસ્તા પર તૂટી જવા પામી છે. જેના કારણે હજારો રૂપિયાનું થયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ અકસ્માતની ઘટના બનતા જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ભેગા થઇ ગયા હતા.

Bookmark Now (0)