વાંસદા: આપણા સમાજમાં ભગવાન બે સ્વરૂપો ધરતી પર સાક્ષાત છે એક નિ:સ્વાર્થ પ્રેમ અને મમતાનું સ્વરૂપ માં  અને બીજું મોતના મુખ માંથી બચાવતા ડોક્ટર ! એક મહિલાને મોતના મુખમાં ડોકટરને ભગવાનનું સ્વરૂપ દેખાવાનો અહેસાસ થયાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના અમૃત હોસ્પિટલમાં સર્પ દંશના કારણે મોતના મુખ પોહચેલી મધુબેનને સવારે 7:30 વાગ્યાની આસપાસ અર્ધબેભાન અવસ્થામાં સારવાર માટે અમૃત હોસ્પિટલ વાંસદા ખાતે ઈમરજેન્સી વાર્ડમાં લાવવામાં આવ્યા હતા. ગભરાયેલા સ્વરોમાં  તેમના સગાસબંધીનું કહેવું હતું કે કોઈ જનાવાર એમને કરડી ગયું છે અમૃત હોસ્પીટલના ઇન્ચાર્ચ ડો.સોનલ પટેલ દ્વારા દર્દીને તપાસ કરી તો ખબર પડી કે ભારતીય કોબ્રા સાપ કરડયો છે તપાસ બાદ ડો સોનલ દ્વારા મધુબેનની તરત જ સારવાર ચાલુ કરવામાં આવતા થોડા સમયમાં તેઓ હોશમાં આવી ગયા હતા

મધુબેનનું કહેવું છે કે મને મોતના મુખમાંથી ઉગારનારા ડોક્ટર સોનલ ભગવાન સ્વરૂપા જ છે હાલમાં મધુબેન સ્વસ્થ અવસ્થામાં છે ખરેખર આપણે જોયું કે વર્તમાન સમયમાં પણ આપણા પર આવી પડેલી કોરોના મહામારીમાં પણ ડોકટરઓએ કોરોના સંક્રમિત હજારો દર્દીઓને બચાવી ભગવાનની ખોટ પૂરી કરી હતી.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here