કપરાડા: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમન એંધાણ થઇ ચૂકયા છે ચેરાપુંજી ગણાતા વલસાડના કપરાડાના મનાલા ગામમાં  મેઘરાજાએ જોરદાર એન્ટ્રીના કારણે ગામનો પીવાના પાણીનો એક માત્ર સ્તોત્ર પાતાળકૂવો ધરાશાયી થયાની ઘટના સામે આવી છે

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગતરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર મનાલા ગામમાં મોડી રાતથી આજે સવાર સુધી ધોધમાર વરસાદ વરસવાના કારણે ગામનો પીવાના પાણીનો એક માત્ર સ્તોત્ર પાતાળકૂવો ધરાશાયી થતાં ગ્રામજનો ચિતિત બન્યા છે. 200થી વધુ પરિવારો માટે પીવાના પાણી અને અને વપરાશ માટેના પાણીનો એકમાત્ર સ્ત્રોત એવો આ પાતાળ કૂવો પહેલા વરસાદમાં જ ધસી જતા લોકોને પીવાના પાણીની મુશ્કેલી સર્જાશે એમાં બેમત નથી. જુઓ આ વિડીઓ માં…

કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં થતાં ભ્રષ્ટાચારમાં આ પાતાળ કૂવાની બાંધકામની કામગીરી પણ ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહયાનું સ્થાનિક લોકોનું કહેવું છે લોકો જણાવે છે કે શરુવાતી વરસાદમાં આ પ્રકારે પાતાળ કુવાનું જમીન દોસ્ત થવું એ અધિકારીઓ દ્વારા કામગીરી કચાસ રાખી હજારો રૂપિયા ચાવ કરી ગયા હોય એમ લાગે છે આ બાબતે તંત્ર દ્વારા આ ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ કડક પગલાં લઇ તંત્ર દ્વારા વહેલી તકે આ કૂવાનું રીપેરીંગ કરવામાં આવે એવી અમારી માંગ છે.