સુરત: ૨૧ દિવસ પહેલા સગાઈ થયેલા અને પોતાના લાઈફ પાર્ટનર સાથે સુરતના ડુમસ ફરવા ગયેલા એક કપલ માટે ટ્રક કાળ બન્યાની એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે મૃતક કપલના મોતના સમાચાર મળતા જ બંને પરિવારો શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
Decision Newsને મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નંદુરબારના આમલાડ ગામે રહેતા પંકજ સાથે તેની ફિયાન્સી ભાવનાની 21 દિવસ પહેલા સગાઈ થઇ હતી. જેથી તેઓ સુરતના ઉધના ખાતે સંબંધીને ત્યાં આવ્યા હતા. જ્યાંથી તેઓ ડુમસ ફરવા ગયા હતા ત્યારબાદ ત્યાંથી ફરીને પરત ફરી રહેલા આ કપલનું બાઇક મગદલ્લા ચોકડી પાસે બુધવારે સાંજે ઓવરટેક કરવા જતાં ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી ગયું જેથી બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર બાદ આ યુગલને મૃતક ઘોષિત કરવામાં આવ્યા હતા
સુરતના મગદલ્લા ચોકડી ઘટિત થયેલ આ ઘટનામાં ગંભીર ઈજાઓથી ઘવાયેલા યુગલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયાં હતાં. ત્યાર બાદ સ્થાનિક પોલીસએ આ ઘટના વિષે વધુ તપાસ હાથ ધરી છે.

