નવીન: વર્તમાન સમયમાં આપણે પેટ્રોલ પંપ પર જઈએ છીએ ત્યારે ખિસ્સા ખાલી વાર નથી લાગતી કારણ કે પેટ્રોલ ડિઝલનો ભાવ દિવસે દિવસે આકાશને આંબી રહ્યો છે. પણ શું તમે જાણો છો તમને પેટ્રોલ પંપ પર કેટલીક સુવિધાઓ ફ્રીમાં મળે છે. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇંસ અંતર્ગત કેટલાક નિયમ-કાયદાઓ બનાવવામાં આવ્યા છે તે અનુસાર કઇ કઇ સુવિધાઓનો લાભ પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે આવો જાણીએ.

માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇંસ અંતર્ગત નિયમ કાયદા પ્રમાણે આપણને..

મફત હવા – તમે જોતા હશો કે પેટ્રોલ પંપ પર હવા ભરવાની મશીન મુકવામાં આવી હોય છે. આ મશીન એ જ મફત સેવાઓમાંની એક છે. પેટ્રોલ પંપના માલિકે આ મશીન મુકાવવાની હોય છે. જે પણ લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવે છે તેમની ગાડીઓમાં ફ્રીમાં હવા ભરી આપવાની હોય છે. પંપના માલિકે આ કામ માટે એક વ્યક્તિને પણ રાખવાનો હોય છે.

પીવાનું ચોખ્ખુ પાણી – પેટ્રોલ પંપ પર પિવાના સાફ પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. ગ્રાહકો અહીં પીવાના સાફ પાણીની માંગ કરી શકે છે અને આ સુવિધા પંપ તરફથી ગ્રાહકોને ફ્રીમાં આપવાની હોય છે. આ સુવિધા માટે પંપના માલિક આરઓ પ્યુરિફાયર લગાવડાવે છે.

શૌચાલયની સુવિધા – પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા અનિવાર્ય છે. આ સુવિધા ગ્રાહકોને મફતમાં આપવાની હોય છે એટલુ જ નહી તેમણે આ શૌચાલયને નિયમિત રીતે સ્વચ્છ પણ રાખવુ પડે છે. જો આ સુવિધાને લઇને કોઇ પણ પ્રકારની સમસ્યા આવે છે અથવા તો જો શૌચાલય સ્વચ્છ હાલાતમાં ન હોય તો તમે પેટ્રોલ પંપ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકો છે. ગ્રાહકની ફરીયાદ પર પંપ માલિકને જવાબ પણ આપવો પડશે

ફોન – જો તમને ઇમરજન્સીમાં કોઇને ફોન કરવા હોય તો પેટ્રોલ પંપ પર આ સુવિધા તમને મફતમાં મળશે. પેટ્રોલ પંપ શરૂ કરવાની સાથે જ ત્યાં એક ટેલિફોન નંબર પણ શરૂ કરવો પડે છે જેથી પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે છે.

પ્રાથમિક ઉપચાર કિટ – દરેક પેટ્રોલ પંપ પર પ્રાથમિક ઉપચાર કિટ એટલે કે ફર્સ્ટ એડ કિટ રાખવી જરૂરી છે. દરેક પેટ્રોલ પંપ પર આ સુવિધા ગ્રાહકોને મફતમાં આપવામાં આવે છે. જો અચાનક કોઇ ઘટના બને તો હોસ્પિટલ પહોંચવા પહેલા આ કિટનો તાત્કાલિક ઉપયોગમાં લઇ શકાય.

ક્વોલિટી ચેક – તમને પેટ્રોલની ક્વોલિટી ચેક કરવાનો અધિકાર મળે છે. તમે ક્વોલિટીની સાથે સાથે ક્વોંટીટી પણ ચેક કરી શકો છો. આની સાથે પેટ્રોલ પંપ પર હંમેશા અગ્નિશામક ઉપકરણ હોવા જરૂરી છે જેથી આગ લાગવાની કોઇ ઘટના બને તો તેને તરત કાબુમાં લઇ શકાય.

જો કોઈ પેટ્રોલ પંપના માલિક તમને આ સુવિધાનો લાભ લેવાથી રોકે અથવા તો કોઇ અડચણ આવે તો તમે પેટ્રોલ પંપની બહાર આપેલા ગ્રાહક સુવિધા નંબર પર કોલ કરીને ફરીયાદ નોંધાવી શકો છો અથવા તો http://pgportal.gov.in/. પર જઇને તમારી ફરીયાદ રજીસ્ટર કરાવી શકો છો ફરિયાદીને સજા અપાવી શકો છો.