ડાંગ: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના આમસરવલણ ગામમાંથી એક જીપમાં સગાઇ કરવા નીકળેલા ૮ વ્યક્તિઓ રહ્યા જીપના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા વૃક્ષ સાથે અથડાઈ પલટી મારી જતા બે મહિલાઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ડાંગના આહવા તાલુકાના આમસરવલણ ગામમાં રહેતા પ્રકાશભાઈ સુધારામ પવારની સગાઇ કરવા આહવા તાલુકાના જામલાપાડા ગામે જવા મહેન્દ્ર મેક્સ જીપ નંબર GJ- 15- BB-1685 જીપ લઇ ચાલક સાથે ૮ સવાર નીકળ્યા હતા તે દરમિયાન ધૂળચોંઢના સિંગલ રસ્તા પર ફોરેસ્ટ ખાતાની કાચી ઝુંપડી પાસે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ નીચે ઉતરી ગઈ અને વૃક્ષ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી જેના કારણે જીપમાં સવાર સર્વેને ઈજા થવા પામી હતી અને બે મહિલાના મૃત્યુ થયા હતા.

બનાવમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા ૬ વ્યક્તિઓને સારવાર અર્થે આહવા સિવિલમાં ખસેડાયા છે આહવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here