પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

હાલમાં પ્રવર્તી રહેલા કોરોના કહેર વચ્ચે છત્તીસઢ સરકાર દ્વારા આ વખતે ઓપન બુક પદ્ધતિથી 12મા બોર્ડની પરીક્ષા યોજાવાની જાહેરાત કરી છે.એના સાદો અર્થ એ છે કે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ ઘરે બેસીને બોર્ડની પરીક્ષા આપી શકશે કોરોના સંક્રમણના જોખમને જોતા બોર્ડે આ નિર્ણય લીધો છે.

મળતી માહિતી મુજબ આ રાજ્યમાં ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ માટે પ્રશ્નપત્રની ફાળવણી 1 જૂનથી થશે અને એના પછીના આવનારા 5 દિવસની અંદર તેમની આન્સર શીટ વિદ્યાર્થીઓ જમા કરવાની રહેશે. જો કોઇએ 1લી જૂને પ્રશ્નપત્ર લીધો હોય, તો તેણે 6 જૂન સુધી આન્સર શીટ જમા કરવાની રહેશે. જો કોઇએ 5 જૂનના રોજ પેપર લીધો હશે, તો તેણે 10 જૂન સુધી આન્સર શીટ જમા કરાવશે.

આ બોર્ડની પરીક્ષા આપવા માટે એક્ઝામ સેન્ટર પર વિદ્યાર્થી પોતે જઇ પ્રશ્નપત્ર લેશે અને તેમને જ જમા કરવા જવુ પડશે. આ દરમિયાન વિદ્યાર્થીઓને રજીસ્ટરમાં સહી કરવાની રહેશે, જે એ વાતનો પુરાવો હશે કે વિદ્યાર્થી પોતે આન્સર શીટ જમા કરવા આવ્યો હતો. પોસ્ટથી આન્સર શીટ મોકલવી એ માન્ય ગણવામાં આવશે નહિ.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here