નવી દિલ્લી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2.40 લાખ દૈનિક કેસ નોંધાયા છે, તો બીજી તરફ 3741 દર્દીઓ મૃત્યુ થયાની ખબર સામે આવી છે. આ સમયગાળામાં જ બ્લેક ફંગસ નામના ઇન્ફેક્શન પગ ફેલાવો પણ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ રસી અને બ્લેક ફંગસની દવાઓની અછતને લઈને કેન્દ્ર સરકાર પર નિશાને લીધા છે.
રાહુલે પોતાના ટ્વિટમાં કહ્યું કે, ‘એક તો મહામારી ઓર ઉસ પર પ્રધાન અહંકારી’. આ ટ્વિટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે સરકાર પર દોષારોપણ કરવામાં આવ્યું છે કે જાધવે સરકાર પર રસી અભિયાન દરમિયાન ઉપલબ્ધ રસી સ્ટોક અને ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખવાનો આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ પહેલેથી જ રસીના અભાવ પર કેન્દ્રને નિશાન બનાવી ચુક્યા છે. ગયા શનિવારે એક ટ્વિટમાં તેમણે ‘મોદી સિસ્ટમના ગેરવર્તન’ ને દોષી ગણાવી હતી. રાહુલે મોદીના કટાક્ષમાં લખ્યું કે આ કટોકટી સામે લડવા માટે ‘વડા પ્રધાન તાળી-થાળીની ઘોષણા કરશે’.