દિલ્લી: હાલમાં જ ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતોને લાભ થાય તે માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે DAP ખાતર પરની સબસિડીમાં 140 ટકાનો વધારો કરી વૈશ્વિક બજારમાં વધારે કિંમતોમાં વેચાતું ખાતર દેશના ખેડૂતોને જુના ભાવે જ મળશે.

મળેલી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. નિર્ણય પછી PM મોદીએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના જીવનમાં સુધાર લાવવા કટિબદ્ધ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો થવા છતાં, અમે જૂના ભાવે ખેડૂતોને ખાતર આપવાનું નિર્ણય કરીએ છીએ.

કેન્દ્ર સરકાર દર વર્ષે રાસાયણિક ખાતરો પર સબસિડી માટે લગભગ 80 હજાર કરોડ ખર્ચ કરે છે. પણ આ વર્ષે ખરીફ સીઝન દરમિયાન સબસિડી તરીકે વધારાના 14 હજાર 775 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. વૈશ્વિક ભાવની વાત કરવામાં આવે તો હાલમાં DAP ખાતરની કિંમત કિંમત હવે બેગ દીઠ 2,400 રૂપિયા છે જે હવે થી દેશના ખેડૂતોને 500ની સબસિડી રૂપિયા પ્રતિ બેગથી વધારીને 1200 રૂપિયા કરી  આ વધારો 140 ટકા વધારો કરાયો છે જેના કારણે DAP બેગ હવે ફક્ત 1200 રૂપિયામાં મળશે.