નવસારી: વાંસદાના હનુમાનબારી ગામમાં આજ રોજ સરકારશ્રી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ થવા ઉપર આઝાદી અમૃત મહોત્સવ india@25ના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે સાબરમતી આશ્રમ અમદાવાદ થી દાંડી યાત્રાનું ૧૨ તારીખના રોજ પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું.

આ દાંડી યાત્રાની પુર્ણાહુતીના રોજ દાંડી મુકામે જનાર છે જે સદર કાર્યક્રમને અનુલક્ષીને વાંસદા તાલુકાના તમામ ગામોમાં તારીખ ૫ ના સોમવારના દિને સ્વચ્છતા અભિયાન હાથ ધરવા આવ્યું છે જેમાં વાંસદાના તાલુકા પંચાયત સભ્ય યોગેશ ભાઈ, હનુમાનબારીના માજી સરપંચશ્રી રાજુભાઈ અને ગામના તલાટી અલ્પેશભાઈ સાથે મોટા પ્રમાણમાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.

આ અભિયાન વિષે Decisionnews સાથે વાત કરતા યોગેશભાઈએ જણાવ્યું કે આ અભિયાનને સફળ કરતા અમે વાંસદા તાલુકાના હનુમાનબારી ગ્રામ પંચાયત, વાંસદા ભીલ સર્કલ અને ગામની અને શહેરની અન્ય જગ્યાઓએ સાફ સફાઈ કરી સ્થાનિક જનતામાં સ્વચ્છતા અભિયાન એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.