પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં સ્થાનિક પ્રદેશમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મોટા પાયા ઉપર પ્રદેશના શહેરો અને ગામોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચૂકી છે. પરંતુ લોકોનું કહેવું છે કે, કોરોના સંક્રમિતથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય છે તો પછી કોરોના વેકિસન લીધા બાદ પણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે કોરોના વેકિસન લીધા બાદ પણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ચિંતાજનક વાતાવરણ ઉભું થયું છે. આમ લોકો અસંમજસ છે કે વેક્સીન લેવી કે નહિ.

આ બાબતે ડોકટરો રસી લેતી વખતે ડોકટરો વારંવાર લોકોને રસીના નિયમો જણાવી રહ્યા છે. ડોક્ટરની ટીમ દ્વારા રસીકરણ પહેલાં અને તે પછી લેવાના પગલાઓ પણ સમજાવી રહ્યા છે. પરંતુ લોકો ફક્ત પોતાની મરજીથી વર્તન કરી રહ્યા છે. આ લોકો ને કોરોના રસી લીધા બાદ ભોગવવું પડે છે.

કોરોના રસી પછી પણ વ્યક્તિ સંક્રમિત થવાનું એક કારણ સમયસર ડોઝ ન મળવો પણ છે. લોકોને સમયસર તેમનો પ્રથમ ડોઝ મળી રહ્યો છે, પરંતુ લોકોને બીજા ડોઝ માટે રાહ જોવી પડશે. આ કિસ્સામાં જે વ્યક્તિને પ્રથમ ડોઝ મળ્યો છે અને બીજો ડોઝ લીધો નથી તે કોરોનાનાં લક્ષણો દેખાય આવે છે.

ડોકટરો જણાવે છે કે આજ સુધી કોઈ એવી રસી નથી જે વાયરસ સામે 100 ટકા સંરક્ષણની બાંયધરી આપી શકે. જો તમને રસી આપવામાં આવે છે તો તમારે હજી પણ સલામતીના નિયમોનું પાલન કરવું આવશ્યક છે.